1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા

0
Social Share
  • મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ
  • રાજ્ય સરકારે ઘણા શહેરોમાં કડક પ્રતિબંધ લાદ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા જિલ્લાઓમાં વહીવટી તંત્રની સખ્તી હોવા છતાં કોઈ ખાસ પરિણામ સામે આવી રહ્યા નથી.

વર્લ્ડોમીટરના ડેટા મુજબ 10 માર્ચે રશિયામાં કોરોના વાયરસના 9,079, બ્રિટનમાં 5,926, જર્મનીમાં 12,246 અને સ્પેનમાં 6,672 દર્દીઓ મળી આવ્યા હતા. જો તમે આ દેશોના આંકડા જુઓ તો મહારાષ્ટ્ર આ બધાથી આગળ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 13,659 નવા કેસ નોંધાયા છે.

કેન્દ્ર સરકારે પણ મહારાષ્ટ્રની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને કોરોના પરીક્ષણમાં વધારો કરવા જણાવ્યું છે. જ્યાં કેસ વધી રહ્યા છે,ત્યાં રાજ્ય સરકારે ઘણા શહેરોમાં કડક પ્રતિબંધ લગાવી દીધા છે.

મહારાષ્ટ્રના પુણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,840 નવા કેસો નોંધાયા છે, જ્યારે 1,303 દર્દીઓ સાજા થયા છે. અને સંક્રમણને કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે પુણેમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની કુલ સંખ્યા વધીને 4,28,344 થઇ ગઈ છે. તેમાંથી 4,01,948 દર્દીઓ સાજા થયા છે. પુણેમાં હાલમાં 17,209 એક્ટિવ કેસ છે. અહીંના કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 9,356 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં જિલ્લા વહીવટીતંત્રે ઘણી જગ્યાએ કડક પગલાં લીધાં હતાં. ઓરંગાબાદમાં નાઇટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે.જો કે,આ નાઇટ કર્ફ્યું 4 એપ્રિલ સુધી લાગુ રહેશે.આ સાથે નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન લગાવામાં આવ્યું છે.જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ શરૂ રહેશે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code