પંજાબ,યુપી રાજસ્થાન બાદ હવે હિમાચલ પ્રદેશની સરકાર લાગૂ કરશે દારુના વેચાણ પર COW TAX
શિમલાઃ- હિમાચલ પ્રદેશે એક મહત્વોન નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે રાજ્યમાં જે પણ કઈ દારુનું વેચાણ કરવામાં આવશે તેના પર 10 રુપિયાનો કાઉ ટેક્સ લાગૂ કરાશે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે શુક્રવારે નાણાકીય વર્ષ 2023-24 માટે આ બજેટ રજૂ કર્યું.
આ બજેટમાં એક અનોખા ‘કાઉ ટેક્સ’ માટે જોગવાઈ કરવામાં આવી છે, જે દારૂની દરેક બોટલના વેચાણ પર 10 રૂપિયાના દરે વસૂલવામાં આવશે. મૂળભૂત રીતે તે દારૂના વેચાણ પર સેસની જેમ વસૂલવામાં આવશે. આ સાથે જ જણાવાયું હતું કે રાજ્ય સરકારને દર વર્ષે 100 કરોડ રૂપિયાની આવક થશે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ ‘ગાય ઉપકર’ વસૂલવામાં આવે છે. તેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનો સમાવેશ થાય છે.
દેશના અલગ-અલગ રાજ્યોમાં ‘ગાય ઉપકર’ લાદવામાં આવ્યો છે. તેનો ઉપયોગ શેરીઓમાં કે રસ્તાઓ પર રખડતી ગાયોને દૂર કરી તેને ખાસ જગ્યાએ રાખી તેમની સંભાળની વ્યવસ્થા કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં લાદવામાં આવેલ ગાય ઉપકરનો દર 2 ટકાથી લઈને 20 ટકા સુધીનો છે.