1. Home
  2. ગુજરાતી
  3. જી 20 બાદ દિલ્હી ખાતે અનેક દેશોના પ્રતિનિઘિઓની હાજરીમાં યોજાશે પી 20 ની બેઠક, 13 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
જી 20 બાદ દિલ્હી ખાતે અનેક દેશોના પ્રતિનિઘિઓની હાજરીમાં યોજાશે પી 20 ની બેઠક, 13 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

જી 20 બાદ દિલ્હી ખાતે અનેક દેશોના પ્રતિનિઘિઓની હાજરીમાં યોજાશે પી 20 ની બેઠક, 13 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

0
Social Share

દિલ્હીઃ આ વર્ષ દરમિયાન ભારતે જી 20ની સફળી રીતે અધ્યક્શતા કરી હતી જેને વિશઅવભરમાં પ્રસંશા પણ કરવામાં આવી હતી પીએમ મોદીના નેતૃત્તવમાં આ સમિટ ખૂબ સફળ સાબિત થઈ હતી ત્યારે હવે પી 20ની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત P20 સમિટનું આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય બેઠકનું આયોજન દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ‘યશોભૂમિ’ ખાતે કરવામાં આવશે.

આ બાબતને લઈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ વિતેલા દિવસને શુક્રવારે ‘યશોભૂમિ’ અને તેની આસપાસની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે પી-20નું આ નવમું સમિટ છે. હવે આમાં માત્ર છ દિવસ બાકી છે. આ કોન્ફરન્સમાં કેનેડાની સંસદના સ્પીકર પણ ભાગ લેશે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ પરિષદ દ્વારા ભારતનો ઉદ્દેશ્ય વધુ સમાવિષ્ટ, શાંતિપૂર્ણ અને સમાન વિશ્વ તરફ જટિલ વૈશ્વિક મુદ્દાઓના સર્વસંમતિ આધારિત ઉકેલો પ્રદાન કરવાનો છે. ઓમ બિરલાએ કહ્યું કે પી-20 સમિટ દરમિયાન ચાર ઉચ્ચ સ્તરીય સત્રોનું આયોજન કરવામાં આવશે.

જો પી 20ની વઘુ વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ તો તેની મુખ્ય થીમ ‘પાર્લામેન્ટ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ રાખવામાં આવી છે. આ કોન્ફરન્સમાં G-20 દેશો ઉપરાંત 10 અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે.

આ સરહીત આફ્રિકન સંસદના પ્રમુખ પણ ભારતમાં પ્રથમવાર આયોજિત આ P-20 કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. લોકસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, અત્યાર સુધી લગભગ 50 સંસદ સભ્યો અને 26 સ્પીકર, 10 ડેપ્યુટી સ્પીકર, 01 કમિટીના અધ્યક્ષ અને આઈપીયુ અધ્યક્ષ સહિત 14 મહાસચિવોએ આ કોન્ફરન્સમાં તેમની ભાગીદારી જોવા મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code