
ચંદ્રગ્રહણ પછી વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે
• 8મી એપ્રિલના રોજ લાગશે સૂર્યગ્રહણ
• સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે
• સૂર્યગ્રહણની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત
નવી દિલ્હીઃ તાજેતરમાં નવા વર્ષનું પ્રથમ ગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હતું. જે ભારતમાં દેખાયું ન હતું. જ્યારે હવે ચાલુ વર્ષનું બીજું ગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ હશે. ચંદ્રગ્રહણની જેમ ચાલુ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાય તેવી શકયતાઓ ખુબ ઓછી છે, જેથી તેની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત છે.
વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ ટૂંક સમયમાં જ થવાનું છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. 2024નું બીજું ગ્રહણ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે. પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થશે.
સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ રાત્રે 9.12 કલાકે થશે અને 1.25 કલાક સુધી ચાલશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4.25 મિનિટનો રહેશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિમાં થશે. 8 એપ્રિલે થનારું ગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. જે ભારતમાં જોવા નહીં મળે. સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
આ સૂર્યગ્રહણમાં લગભગ 7 મિનિટ સુધી સૂર્યપ્રકાશ દેખાશે નહીં. એટલે કે, આ સમય દરમિયાન ચંદ્ર સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા સંપૂર્ણપણે અવરોધિત કરશે અને થોડા સમય માટે અંધકાર રહેશે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે તેની અસર ભારત પર નહીં પડે, જેના કારણે ગ્રહણનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં.
(PHOTO – FILE)