1. Home
  2. ગુજરાતી
  3. હિમાચલમાં કુદરતી આફતની અસર સફરજન પર વર્તાશે – ટામેટા બાદ હવે સફરજનના ભાવમાં થઈ શકે છે વઘારો
હિમાચલમાં કુદરતી આફતની અસર સફરજન પર વર્તાશે – ટામેટા બાદ હવે સફરજનના ભાવમાં થઈ શકે છે વઘારો

હિમાચલમાં કુદરતી આફતની અસર સફરજન પર વર્તાશે – ટામેટા બાદ હવે સફરજનના ભાવમાં થઈ શકે છે વઘારો

0
Social Share

દિલ્હીઃ- દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે સફરજનની વારો આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે,સફકજનની ઉજપ ખાસ કરીને હિમાચલમાં થતી હોય છએ ત્યારે હાલ અહીની સ્થિતિ વરસાદ અને કુદરતી આફતને લઈને કથળી રહી છએ રસ્તાઓ અવરોઘિત બન્યા છે જેને લઈને સફરજનને દેશભરના માર્કેટમાં પહોંચાડવા મોટો પડકાર બન્યો છએ તો સાથે જ અતિશય વરસાદના કારણે સફરજનના પાકને પણ નુકશાન થઈ રહ્યું છે જેની અસર આવનારા દિવસોમાં સફરજનના ભાવ પર જોવા મળી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજથી શ્રાવણ માસનો આરંભ થઈ ચૂક્યો છે તો ફળ ખરિદનારની સંખ્યા પણ વધે છે આવી સ્થિતિમાં સફરજન પુરતા પ્રમાણમાં માર્કેટમાં ન આવતા હોવાથી તેની સીઘેસીઘી અસર તેના ભાવ પર જોવા મળશે.

દેશભરમાં હવે ટામેટા પછી, સફરજનના ભાવમાં વધારો થવાની ધારણા છે, કારણ કે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશની સપ્લાય ચેઇનને માઠી અસર પહોંચી રહી  છે. જેના કારણે ટામેટાં અને અન્ય શાકભાજી ઉપરાંત ફળોના સપ્લાય પર પણ અસર પડી છે.

સફરજનના બોક્સની કિંમત 1 હજાર રૂપિયા હોવી જોઈએ, પરંતુ વરસાદને કારણે તેની કિંમત 2 હજાર રૂપિયાથી વધીને 3 હજાર 500 રૂપિયા થઈ ચૂકી છે.આ દિલ્હીના માર્કેટના ભાવ છે દેશના અન્ય ભાગોમાં પણ ભાવ વધારો નોંઘાયો છે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હાઈવેની ખરાબ હાલતને કારણે ખેડૂતો એક જ ટ્રકમાં ફળો પેક કરી રહ્યા છે, જેના કારણે આ ફળો ઝડપથી સડી રહ્યા છે. જેના કારણે ફળોના પુરવઠાને અસર પહોંચી છે.

જો હાલ રાજઘાનીની વાત કરીએતો દિલ્હીના હોલસેલ માર્કેટમાં  સફરજનના ભાવ વધાર્જોયા હોવાની માહિતી મળી રહી છે. મનીકંટ્રોલના રિપોર્ટની જો માનીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઈનને અસર થઈ છે દિલ્હીના સફરજનના હોલસેલ માર્કેટ પર. ઓખલામાં એક દુકાનના માલિકે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં વરસાદ હંમેશા ખરાબ સમાચાર હોય છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ દિલ્હી એનસીઆર ક્ષેત્ર માટે બટાટા, સફરજન અને જરદાળુ જેવા ફળોના જથ્થાબંધ વેચાણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.જેથી હવે તેના ભાવ આસમાને પહોંચી શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code