1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના પોલીસ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો, 1124 કોન્સ્ટેબલ, ASIની સાગમટે બદલી
અમદાવાદના પોલીસ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો, 1124 કોન્સ્ટેબલ, ASIની સાગમટે બદલી

અમદાવાદના પોલીસ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો, 1124 કોન્સ્ટેબલ, ASIની સાગમટે બદલી

0
Social Share

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરે પીઆઈ, પીએસઆઈની બદલીઓ કર્યા બાદ એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ મળીને કૂલ 1124 કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે એક સાથે 1124 પોલીસ  બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે સાત વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે. PSI, PI બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને હજુ આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.

શહેરમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોથી કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની ખરાબ થઈ છે. એક જ પોલીસ સ્ટેશનમાં 7 વર્ષથી ચીટકી રહેલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા તેઓની દિવાળી સુધરી ગઈ છે.

સૂત્રોના કહેવા મુજબ પોલીસ કમિશનર મલિક શહેરના દરેક પોલીસ સ્ટેશનની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. ધણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મલાઈદાર પોસ્ટ પર ફરજ બજાવતા હતા. અને રાજકીય વગને કારણે એક જ સ્થળે ટકી રહેતા હતા. આવા અધિકારીઓ અને કર્મચારીની બદલીઓ કરવામાં આવી છે. પ્રમાણિક અધિકારીઓ અને કર્મચારીઓને મહત્વના પોલીસ સ્ટેશનોમાં બદલી કરવામાં આવી છે. ગુરૂવારે શહેરમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. આ બદલીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોસ્ટેબલ અને એએસઆઈની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code