
અમદાવાદઃ બહેનોમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુએ રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
અમદાવાદઃ બહેનોમાં અનુશાસન, સુદ્રઢતા, નિયમિતતા, રાષ્ટ્રપ્રેમ, સમરસતા, સ્વરક્ષણ તથા આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુ થી રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા બહેનોનો તા.8થી 22મી મે એટલે કે 15 દિવસનો પ્રશિક્ષણ વર્ગ અમદાવાદના એસ.જી.હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો.
15 દિવસ ના આ પ્રશિક્ષણ વર્ગમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે યોગાસન, ધ્યાન, બૌદ્ધિક, ચર્ચા, વિવિધ કાર્યશાળા તથા સ્વરક્ષણ માટે દંડ, નીયુદ્ધ, સમતા વગેરેની તાલીમ આપવામાં આવી. અમદાવાદમાં 47 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં પણ 64 સ્થાન પર થી કુલ 106 બહેનો પ્રશિક્ષણ લેવા માટે આવી હતી. દરેક સમાજમાંથી તથા ડોક્ટર, વકીલ, એન્જિનિયર, CA, શિક્ષીકા વગેરે વ્યવસાય સાથે સંકળાયેલી બેહનોએ પણ આ વર્ગમાં ઉત્સાહ ભેર ભાગ લીધો.
આ વર્ગના સમારોહમાં અધ્યક્ષ તરીકે નીતાબેન દેસાઈ (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ટ્રાફિક પશ્ચિમ અમદાવાદ) ઉપસ્થિત રહયાં હતા તથા માધુરીતાઈ મરાઠે (અખિલ ભારતીય સંયોજિકા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.