Site icon Revoi.in

માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં અમદાવાદના યુવાને ગુમાવ્યો જીવ

Social Share

અમદાવાદઃ યુવાનોમાં સેલ્ફી અને રીલનો મોહ વધ્યો છે જેના કારણે અનેકવાર તેઓ દૂર્ઘટનાનો પણ ભોગ બને છે. આવી જ એક ચોંકાવનારી ઘટના માઉન્ટ આબુમાં સર્જાઈ છે. માઉન્ટ આબુમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અમદાવાદનો યુવાન 300 ફુટ ઉંડી ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં યુવાનનું મોત થયાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી સાત કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા. ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા 300 ફૂટ ઊંડી ખાઈમા પટકાયો હતો. મિત્ર ખાઈમાં પટકાતા સાથી મિત્રોએ પોલીસને જાણ આવી હતી. કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલાં બિપિન પટેલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. જે યુવક ને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.