અમદાવાદના હાટકેશ્વરના ઓવરબ્રિજને 6 મહિનાથી બંધ કરાયા છતાં મરામત ન થતાં લોકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો શિવાજી મહારાજ ઓવરબ્રિજ તૂટી જતાં તેને મરામત માટે છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે. મારમતનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અને કામ ક્યારે પુરૂ થશે તે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિસો પણ કહી શકતા નથી. આથી સ્થાનિક રહિશો બેસણાનો કાર્યક્રમ યોજીને વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરનાર તમામ લોકોને અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ છે. ઓવરબ્રિજની રિપેરિંગની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. વડોદરા અને સુરત તરફ જવા માટે આ બ્રિજ ઉપર થઈ અને વાહનોને પસાર થવું પડે છે, પરંતુ આ બ્રિજ બંધ હોવાના કારણે નીચે થઈને જતાં ભારે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સ્થાનિક લોકોએ ઓવરબ્રિજનું બેસણું યોજીને અનોખો વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રની આ મંથરગતિના કામનો અનોખો વિરોધ સ્થાનિક લોકો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. બ્રિજનું બેસણું રાખી અને વિરોધ કરવામાં આવ્યો હતો. બ્રિજ બંધ હોવાના કારણે કેટલાક લોકોના ધંધા રોજગાર પર પણ ભારે માઠી અસર પડી રહી છે. જેથી સ્થાનિક લોકોએ પણ બપોરે 12 વાગ્યા સુધી ધંધા બંધ રાખીને વિરોધ કર્યો હતો. સ્થાનિક આગેવાનોએ આ રીતે વિરોધ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી
હાટકેશ્વરના સ્થાનિક લોકોના કહેવા મુજબ અમારા વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજનું છેલ્લા 6 મહિનાથી મંથર ગતિએ ચાલતા સમારકામના કારણે વેપારીઓને ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેકવાર રજુઆત કર્યા છતાં આવરબ્રિજના મરામતનું કામ ક્યારે પૂર્ણ થશે તે કહી શકતા નથી. જેને લઇ સ્થાનિક વેપારીઓમા રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના વેપારીઓએ સવારથી બપોરે 12 કલાક સુધી ધંધો રોજગાર બંધ રાખી બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક આગેવાન જ્યોર્જ ડાયસ દ્વારા આજે ખોખરા સાઈડના બ્રિજના છેડે હાટકેશ્વર પોલીસ ચોકી પાસે બ્રિજના બેસણાંનો અનોખો કાર્યક્રમ યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે મ્યુનિ.ના રોડ એન બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2016 પહેલા આ બ્રિજની ડિઝાઇન બની હતી. તેના પરથી 30થી 40 ટનના ભારે વાહનો પસાર થઈ શકે તે રીતે બનાવવામાં આવી હતી પરંતુ હવે તેનાથી વધુ 60 થી 70 ટનના ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે બ્રિજને મજબૂત કરવા માટે નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને નવી ડિઝાઇન પ્રમાણે હવે આ બ્રિજ રિપેર કરવામાં આવશે.