1. Home
  2. ગુજરાતી
  3. સૌરવ ગાંગુલીના જીવનને સ્ક્રીન પર બતાવશે આ એક્ટર,મેકર્સ ટૂંક સમયમાં શરૂ કરશે શૂટિંગ
સૌરવ ગાંગુલીના જીવનને સ્ક્રીન પર બતાવશે આ એક્ટર,મેકર્સ ટૂંક સમયમાં શરૂ કરશે શૂટિંગ

સૌરવ ગાંગુલીના જીવનને સ્ક્રીન પર બતાવશે આ એક્ટર,મેકર્સ ટૂંક સમયમાં શરૂ કરશે શૂટિંગ

0
Social Share

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો બાદ પણ સૌરવ ક્રિકેટ પ્રેમીઓનો ફેવરિટ છે.હવે તેના ચાહકો તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સ્ક્રીન પર જોઈ શકશે.કારણ કે હવે બોલિવૂડમાં તેના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે.જેમાં રણબીર કપૂર સૌરવના રોલમાં જોવા મળવાનો છે.

આ બાયોપિકના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. જેમાં ઘણા હીરોના નામ પણ સામે આવ્યા હતા,પરંતુ હવે આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીના રોલ માટે રણબીર કપૂરનું નામ ફાઈનલ થઈ ગયું છે.બીજી તરફ સૌરવ ગાંગુલીએ તેની બાયોપિક માટે બનેલી સ્ક્રિપ્ટને મંજૂરી આપી દીધી છે.જોકે, મેકર્સે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ, રણબીરે પણ પુષ્ટિ કરી છે કે તેની પાસે સ્ક્રિપ્ટ આવી ગઈ છે, જેના વિશે હજુ પણ વાતચીત ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં સૌરવ ગાંગુલી સિવાય એમએસ ધોનીનું પાત્ર પણ જોવા મળશે. જો કે હજુ સુધી આ ફિલ્મની સમગ્ર કાસ્ટ વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.એટલા માટે ધોનીના રોલમાં કયું પાત્ર જોવા મળશે તે કહી શકાય નહીં

એવું લાગે છે કે રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાંથી ફ્રી  થયા પછી આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે.જોકે તેના શૂટિંગ પહેલા રણબીર કોલકાતા જઈ શકે છે અને સૌરવ સાથે થોડો સમય વિતાવી શકે છે.જેથી તે આ પાત્ર પર કામ કરી શકે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સૌરવ ગાંગુલીની આ બાયોપિક નેટ વેસ્ટ સિરીઝમાં ગાંગુલીના પ્રદર્શન અને તેની પત્ની ડોના સાથેના સંબંધો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code