
અખિલેશ યાદવની મુશ્કેલી વધી, ગેરકાયદે ખનન મામટે CBIએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, CrPCની કલમ 160 અંતર્ગત જાહેર નોટિસમાં અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સામે ગેરકાયદેસર ખોદકામ મામલે વર્ષ 2019માં FIR પણ નોંધાઈ હતી.
CBIએ 21 ફેબ્રુઆરીએ આ સમન જાહેર કર્યું હતું. તે મુજબ આજે અખિલેશ યાદવે CBI સમક્ષ હાજર થવું પડશે.