1. Home
  2. ગુજરાતી
  3. મહિલાઓ વિરુદ્ધ ઓનલાઈન ક્રાઈમમાં ચિંતાજનક ઉછાળો: દરરોજ 370 કેસ
મહિલાઓ વિરુદ્ધ ઓનલાઈન ક્રાઈમમાં ચિંતાજનક ઉછાળો: દરરોજ 370 કેસ

મહિલાઓ વિરુદ્ધ ઓનલાઈન ક્રાઈમમાં ચિંતાજનક ઉછાળો: દરરોજ 370 કેસ

0
Social Share

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ સામેના ઓનલાઈન અપરાધોનો ગ્રાફ આશ્ચર્યજનક રીતે વધીને 6,76,019 પર પહોંચી ગયો છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી) ના ડેટા મુજબ, ભારતમાં દરરોજ સરેરાશ 370 મહિલાઓ સાયબર અપરાધનો ભોગ બની રહી છે.

રિપોર્ટ અનુસાર, સાયબર અપરાધીઓ મહિલાઓને નિશાન બનાવવા માટે મુખ્યત્વે ફેક પ્રોફાઇલ, અશ્લીલ સંદેશા અને આઇડેન્ટિટી થેફ્ટ (ઓળખની ચોરી) જેવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના કુલ 4,89,790 કેસ નોંધાયા છે. સાયબર બુલિંગ અને સ્ટોકિંગના વર્ષ 2021માં 21,589 કેસ હતા, જે 2025માં વધીને 45,832 થયા છે. આવી જ રીતે ફેક એકાઉન્ટના 2021માં 15,843 કેસની સામે 2025માં 46,784 કેસ નોંધાયા છે. પ્રોફાઇલ હેકિંગના છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1,43,492 કેસ સામે આવ્યા છે.

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આંકડા અનુસાર, 53,143 મહિલાઓ નોકરીની લાલચમાં છેતરાઈ છે. જ્યારે લગ્ન વિષયક વેબસાઈટ પર છેતરપિંડીના 4,680 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત ઈ-મેલ ફિશિંગના પાંચ વર્ષમાં 7682 કેસ નોંધાયાં છે. જ્યારે 1,697 મહિલાઓએ ડરાવવા-ધમકાવવાની ફરિયાદ કરી છે.

એક હકારાત્મક પાસું એ છે કે હવે મહિલાઓ સાયબર અપરાધો સામે અવાજ ઉઠાવતી થઈ છે. અગાઉ સામાજિક બદનામીના ડરે જે કેસો દબાઈ જતા હતા, તે હવે એનસીઆરપી પોર્ટલના માધ્યમથી સીધા પોલીસ સુધી પહોંચી રહ્યા છે.  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર અપરાધો સામે લડવા માટે ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ની સ્થાપના કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code