
ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાને લઈને આ જીલ્લામાં ઘોરણ 8 સુધીની તમામા શાળાઓ સોમવાર સુધી બંધ રખાશે
બંદાયુંઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂક્યો છે જેને લઈને ઉત્તરપ્રદેશમાં અનેક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે કાવડિયાની રાહ સરળ બને તે માટે સતત પ્રયત્નો થી રહ્યા છએ ત્યારે હવે બંદાયુ જીલ્લાના ઘોરણ 8 ના તમામ શાળાના વર્ગો કાવડ યાત્રાને લઈને સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે.
કાવડ યાત્રાનો સિલસિલો શરૂ કંવડીયાઓ કાચલા ઘાટે પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારે બરેલી જિલ્લાના નવાબગંજ વિસ્તારના સેંથાલ ગામથી શિવભક્તોનું એક જૂથ ઘાટ પર પહોંચ્યું હતું. પાણી ભરીને પૂજન કર્યા બાદ બમ-બમ ભોલેના ગૂંજ સાથે સમૂહમાં કંવડીયાઓ શિવાલય તરફ પ્રયાણ કર્યું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર બંદાયુમાં સાવનના પહેલા સોમવારે કાવંડીઆની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે , મૂળભૂત શિક્ષણ અધિકારી સ્વાતિ ભારતીએ ડીએમ મનોજ કુમારની સૂચના પર ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે આઠમા ધોરણ સુધીની શાળાઓ શનિવાર અને સોમવારે બંધ રહેશે, જ્યારે તેઓ મંગળવારે શાળાઓ રાબેદા મુજબ ખોલવામાં આવશે.
આ બબાતને લઈને વિતેલા દિવસને શુક્રવારે રાત્રે જારી કરાયેલા આદેશમાં તેમણે તમામ બીઈઓને તેનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 8 સુધીની તમામ બોર્ડની શાળાઓ બંધ રહેશે..