1. Home
  2. ગુજરાતી
  3. એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે CCI એ કરી કાર્યવાહી
એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે  CCI એ  કરી કાર્યવાહી

એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે CCI એ કરી કાર્યવાહી

0
Social Share
  • એમોઝોનને ફટકારાયો 202 કરોડનો દંડ
  • આ કાર્યવાહીની અસર એમોઝોને કરેલી ડિલ પર પડી

 

દિલ્હીઃ- વિશ્વની જાણીતી કંપની એમેઝોન અનેક વખત વિવાદમાં સપડાય છે ત્યારે ફરી એક વખત એમેઝોન વિવાદમાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી મોટો ફટકો પડ્યો છે.સીસીઆઈએ યુએસ ઈ-કોમર્સ જોયન્ટ એમેઝોનની ફ્યુચર ગ્રૂપ સાથેની ડીલની મંજૂરીને  અવરોધિત કરી છે.આ કારણ કે એમેઝોન પર 200 કરોડ રૂપિયાનો દંડલગાવવામાં આવ્યો છે.

આ મામલે સીસીઆઈ એ  જારી કરેલા કુલ 57 પેજના આદેશમાં જણાવ્યું હતું કેએમેઝોન ડોટ કોન એનવી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ LLના ફ્યુચર કૂપન્સ પ્રાઇવેટ લિમિટેડમાં 49 ટકા હિસ્સો ખરીદવાના સોદા માટેના તેના 28 નવેમ્બર, 2019ના આદેશને અનુરૂપ મંજૂરી હાલ માટે સ્થગિત કરવામાં આવી છે.

આ બાબતને લઈને સીસીઆઈ એ સ્વીકાર્યું કે  એમોઝોન ઈ કોમર્સ કંપની એ કેટલીક માહિતીને ગુપ્ત રાખીને આ ડિલ કરી હતી અને તેની મંજૂરી મેળવી હતી. સીસીઆઈએ જણાવ્યું હતું કે એમેઝોને 2019ના સોદાનો “વાસ્તવિક હેતુ અને વિગતો” છુપાવી હતી અને ભૌતિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો અને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સીસીઆઈએ કહ્યું હતું કે તેને હવે સોદાની ફરીથી તપાસ કરવા જરુરી જણાવ્યું છે જ્યા સુધી આ મામલે સંપૂર્મ તપાસ ન હાથ ધરાય ત્યા સુધી આ ડિસ ના મંજૂર કરવામાં આવી છે.

દેશની અવિશ્વાસ સંસ્થાએ શુક્રવારે ફ્યુચર ગ્રુપ સાથે એમેઝોન ડોટકોમના 2019ના સોદાને સસ્પેન્ડ કરી દીધો છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે નિયમનકાર પાસેથી મંજૂરી લેતી વખતે યુએસ ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા માહિતી છુપાવવાના આરોપોની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ મામલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના અભૂતપૂર્વ પગલાથી એમેઝોનના હવે અલગ થયેલા ભાગીદાર ફ્યુચર સાથેની કાનૂની લડાઈ પર દૂરગામી પરિણામો આવી શકે છે.આ સાથે જ આદેશ આપવામાં આવ્યા છએ કે આ મામલે ફરીથી તપાસ હાથ ધરવામાં આવે અને જ્યા સુધી સચોટ માહિતી પ્રાપ્ત ન થાય ત્યા સુધી આ ડિલને મંજૂરી પ્રાત્પ નહી થાય

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code