Site icon Revoi.in

ગુરુગ્રામના જાણીતા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Social Share

નવી દિલ્હીઃ ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી જેમાં મોલ મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી કે બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને મોલમાં હાજર દરેકને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ઇમેલમાં લખવામાં આવ્યું હતું કે “તમારામાંથી કોઈ બચશે નહીં,” ઈ-મેલ વાંચે છે. તમે બધા મરવાના છો. “મેં બિલ્ડિંગમાં બોમ્બ લગાવ્યા કારણ કે હું મને મારા જીંદગીથી નફરત છે.” મોલ મેનેજમેન્ટને ઈ-મેલ મળતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ગુરુગ્રામ પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મોલમાં સંપૂર્ણ સર્ચ કર્યું હતું. મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમે મોલની અંદર સઘન તપાસ હાથ ધરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં સુરક્ષા એજન્સીઓ ખતરાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મોલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી મોલમાં ખરીદી કરતા ગ્રાહકો અને કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસની તપાસમાં મોલમાંથી કંઈ પણ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

#AmbienceMall, #Gurugram, #BombThreat, #SecurityAlert, #MallSecurity, #ThreatToSafety, #GurugramNews, #HaryanaNews, #BombScare, #EmergencyResponse, #SecurityMatters, #SafetyFirst, #EmergencyAlert, #BombSquad, #LawAndOrder, #PublicSafety, #SecurityThreats, #MallSecurityMeasures, #GurugramPolice

Exit mobile version