1. Home
  2. ગુજરાતી
  3. ટેરિફના નાણામાં સેનાને મજબુત કરશે અમેરિકા, રક્ષા બજેટ વધારાશે
ટેરિફના નાણામાં સેનાને મજબુત કરશે અમેરિકા, રક્ષા બજેટ વધારાશે

ટેરિફના નાણામાં સેનાને મજબુત કરશે અમેરિકા, રક્ષા બજેટ વધારાશે

0
Social Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ વૈશ્વિક રાજનીતિ અને રક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારોના સંકેત આપ્યા છે. વેનેઝુએલાની સ્થિતિ વચ્ચે ટ્રમ્પે અમેરિકાના રક્ષણ બજેટને અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 1.5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી તરફ, ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની તેમની જીદે નાટો (NATO) દેશો અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં હલચલ મચાવી દીધી છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી કે નાણાકીય વર્ષ 2027 માટે તેઓ સંરક્ષણ બજેટમાં અભૂતપૂર્વ વધારો કરવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વધારાનો ખર્ચ અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફ (આયાત શુલ્ક) માંથી થતી કમાણી દ્વારા પૂરો કરવામાં આવશે. ટ્રમ્પના મતે, “અગાઉના દેશો અમેરિકાને લૂંટતા હતા, પરંતુ હવે તે જ કમાણીથી અમેરિકા એક ‘ડ્રીમ મિલિટરી’ બનાવશે જે દુશ્મનો સામે દેશને સુરક્ષિત રાખશે.”

વેનેઝુએલાના હુમલા બાદ ટ્રમ્પે સુરક્ષાના કારણોસર ગ્રીનલેન્ડ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પુષ્ટિ કરી છે કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સક્રિય ચર્ચામાં છે. આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની વધતી પ્રવૃત્તિઓને રોકવા માટે અમેરિકા ગ્રીનલેન્ડ પર પોતાનું વર્ચસ્વ ઈચ્છે છે.

ગ્રીનલેન્ડ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પ પ્રશાસનના અધિકારીની પત્ની કેટી મિલરે સોશિયલ મીડિયા પર ગ્રીનલેન્ડને અમેરિકી ઝંડા સાથે દર્શાવતી તસવીર મૂકી અને લખ્યું ‘Coming Soon’. ડેનમાર્કે આ પોસ્ટ પર આકરી આપત્તિ જણીવી છે. અમેરિકી કોંગ્રેસમાં પણ ડેમોક્રેટ્સ સાંસદોએ આને નાટો સાથી દેશને ધમકાવવા સમાન ગણાવ્યું છે.

ટ્રમ્પનો દાવો છે કે સૈન્ય બજેટ વધારવા છતાં અમેરિકા પોતાનું દેવું ઘટાડી શકશે અને મધ્યમ વર્ગના નાગરિકોને આર્થિક લાભ આપી શકશે. જોકે, 1.5 ટ્રિલિયન ડોલરના આ જંગી બજેટને કોંગ્રેસમાંથી મંજૂરી મેળવવી ટ્રમ્પ માટે મોટો પડકાર બની શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code