1. Home
  2. ગુજરાતી
  3. ‘અમૂલે’ કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’નું  સોશિયલ મીડિયા પર ‘વિક્રમૂલ’ નામનું શાનદાર ડૂડલ શેર કર્યું 
‘અમૂલે’ કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’નું  સોશિયલ મીડિયા પર ‘વિક્રમૂલ’ નામનું શાનદાર ડૂડલ શેર કર્યું 

‘અમૂલે’ કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’નું  સોશિયલ મીડિયા પર ‘વિક્રમૂલ’ નામનું શાનદાર ડૂડલ શેર કર્યું 

0
Social Share
  • કમલ હસનની ફિલ્મ વિક્રમ 100 કરોડની ક્લબમાં સામેલ
  • અમૂલે આ ફિલ્મનું ડૂડલ બનાવીને શેર કર્યું
  • હવે આ ડૂડલ થઈ રહ્યું છે સો.મીડિયા પર વાયરલ

મુંબઈઃ- તાજેતરમાં કમલ હાસન અભિનીત તમિલ ફિલ્મ વિક્રમ રિલીઝ થઈ છે,આ ફિલ્મે થોડા જ દિવસોમાં બોક્સ ઓફીસ પર સારુ એવું કલેક્શન કરી લીઘુ છે. હવે આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ રહી છે. માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ ક્લબમાં ફિલ્મ સામેલ થઈ ચૂકી છે. તે જ સમયે, ત્યારે હવે જાણતી ડેરી બ્રાન્ડ ‘અમૂલ’ એ કમલ હાસન વિશે સોશિયલ મીડિયા પર એક શાનદાર ડૂડલ શેર કર્યું છે. ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ ડૂડલ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ ડૂડલમાં, કમલ હાસન તેમની ફિલ્મ વિક્રમના પાત્રમાં બ્રેડ અને બટર ખાતો અવતાર જોવા મળે અમૂલના ડૂડલમાં, કમલ હાસન તેના ફિલ્મ અવતારમાં એક હાથમાં બંદૂક પકડીને અને બીજા હાથમાં બ્રેડ બટર ખાતા જોઈ શકાય છે.

https://www.instagram.com/amul_india/?utm_source=ig_embed&ig_rid=52eaba71-f222-4610-96f9-a0de2eee14fc

આ સાથે જ આ ડૂડલ, ‘વિક્રમુલ’ અને ‘માસ કા એન્ટરટેઈનમેન્ટ’. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘કમલ હાસને આ બ્લોકબસ્ટર સાથે જબરદસ્ત કમબેક કર્યું છે’. કમલ હસનના આ ડૂડલને ઈન્સ્ટાગ્રામ હજારો લાઈક્સ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. આ સાથે જ પ્રસંશકો તેમનું આ ડૂડલ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.

કમલ હાસન લાંબા સમય પછી મોટા પડદા પર પરત ફર્યા છે.અને તેમની ફિલ્મે 3 જ દિવસમાં કરોડોની કમાણી કરી છે,અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ એક બાજૂ પાણીમાં ડૂબેલી જોવા મળે છે તો બીજી તરફ કલમ હાસનની ફિલ્મ 100 કરોડની કમાણી કરી ચૂકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code