1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનઃ બાડમેરમાં જીપકાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 8ના મોત
રાજસ્થાનઃ બાડમેરમાં જીપકાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 8ના મોત

રાજસ્થાનઃ બાડમેરમાં જીપકાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 8ના મોત

0
Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં જીપકાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવાર આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. જીપકારમાં સવાર લોકો લગ્ન પ્રસંગ્રમાંથી ઘરે પરત જઈ રહ્યાં હતા દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેથી ખુશીનો માહોલ માતમમાં ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જાલોરના સાંચોરમાં સ્થિત સેવડી ગામનો એક પરિવાર લગ્ન પ્રંસગમાં હાજરી આપવા માટે બાડમેર ગયો હતો. લગ્ન પ્રસંગ્રમાં હાજરી આપીને જીપકારમાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન ગુધામલાના મેગા હાઈવે પરથી તેમની જીપકાર પસાર થતી હતી. દરમિયાન ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે જીપકારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું.  આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર અને હેલ્પરને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અંદર ફસાઈ ગયા હતા જેથી પોલીસ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. મૃતકોમાં પૂનારામ, પ્રકાશ, મનીષ, પ્રિન્સ, ભગીરથ, નૈનારામ, બુધરામ સહિત આઠ લોકોનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code