Site icon Revoi.in

બનાસકાંઠાના પાંથાવાડ-ગુંદરી હાઈવે પર બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

Social Share

પાલનપુર, 15 એપ્રિલ 2026: Accident between two tankers બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાંથાવાડા-ગુંદરી હાઈવે પર સર્જાયો હતો. આજે વહેલી સવારે પાંથાવાડા કન્યા વિદ્યાલય નજીક એક કેમિકલ ટેન્કરે દૂધ ભરેલા ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું અને રોડ પર દૂધની નદી વહી હતી જો કે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લઈ હાઈવે ફરી શરૂ કરાવ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠામાં પાથાવાડા-ગુંદરી હાઈવે પર પાંથાવાડા કન્યા વિદ્યાલય નજીક એક કેમિકલ ટેન્કરે દૂધ ભરેલા ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું અને રોડ પર દૂધની રેલમછેલ થઈ હતી. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કન્યા વિદ્યાલય આગળ મૂકવામાં આવેલો સ્પીડ બ્રેકર વાહનચાલકને ન દેખાતા આ અકસ્માત થયો હોવાની શક્યતા છે. અગાઉ પણ અહીં અનેક અકસ્માતો થયા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ટોલ રોડ હોવા છતાં જરૂરી સુવિધાઓ અને યોગ્ય સંકેતોના અભાવે વારંવાર દુર્ઘટનાઓ બને છે. સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની અપેક્ષા કરી રહ્યા છે

Exit mobile version