Site icon Revoi.in

સુરતમાં લકઝરી કારમાં રેલી કાઢી સીનસપાટાનો બીજો બનાવ, પોલીસે બે ડ્રાઈવરોની કરી અટકાયત

Social Share

સુરતઃ શહેરમાં ઘણી સ્કૂલો દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી યાજાઈ રહી છે. તાજેતરમાં શહેરના ઓલપાડ વિસ્તારની એક શાળામાં યોજાયેલી ફેરવેલ પાર્ટીમાં ધો. 12માં ભણતા ધનાઢ્ય પરિવારના નબીરાઓ 30 જેટલી લકઝરી કારમાં  સીનસપાટા કરીને શાળાએ પહોંચ્યા હતા. જોકે પોલીસે તમામ સામે કડક કાર્યવાહીકરી હતી. આ બનાવ બન્યા બાદ આવો જ બીજો બનાવ શહેરના ગોડાદરા વિસ્તારમાં બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો હતો. સ્કૂલ દ્વારા યોજાયેલી ફેરવેલ પાર્ટીમાં 6 જેટલા નબીરા લકઝરી કારના કાફલા સાથે સીનસપાટા કરતા સ્કુલમાં પહોંચ્યા હતા. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રેલી કાઢવા બદલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી મોડી રાત્રે બે કાર ડિટેઈન કરીને બે ડ્રાઈવરની અટકાયત કરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ શોખીન અંદાજમાં લક્ઝરી કાર લઈને સ્કૂલે પહોંચ્યા હતા. 4 મોંઘીદાટ કાર સાથે શોબાજી કરતા વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર ધમાલ મચાવી હતી, જેનાથી રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આ સમગ્ર ઘટના કોઈક દ્વારા કેમેરામાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી.વીડિયો વાઇરલ થતા ગોડાદરા પોલીસે તરત જ સ્કૂલ પાસેથી વિગતો મેળવી અને તપાસ હાથ ધરી બે મોંઘીદાટ કાર અને કાર ચલાવતા બે ડ્રાઈવરોને અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે સ્કૂલ દ્વારા નિવેદન આપ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ માટે સ્કૂલ દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં કેટલાક વિદ્યાર્થીઓ લકઝરી કાર લઈને આવ્યા હતા. એ દરમિયાન કેટલાંક વિદ્યાર્થીઓએ રેલી કાઢી હશે.