1. Home
  2. ગુજરાતી
  3. ફેસબુક પર હવે કોઈની પણ લોક પ્રોફાઈલ જોઈ શકાશે, બસ આટલું કરો
ફેસબુક પર હવે કોઈની પણ લોક પ્રોફાઈલ જોઈ શકાશે, બસ આટલું કરો

ફેસબુક પર હવે કોઈની પણ લોક પ્રોફાઈલ જોઈ શકાશે, બસ આટલું કરો

0
Social Share
  • ફેસબુક પર અજાણ્યા લોકોની પણ જોઈ શકાશે પ્રોફાઈલ
  • ફોલો કરો માત્ર આટલા સ્ટેપ્સ
  • શું લોક કરેલી પ્રોફાઈલ પણ સુરક્ષિત છે?

દિલ્હી :સોશિયલ મીડિયા કેટલાક લોકોને પોતાની જાણકારી જાહેર કરવી ગમતી નથી. આ કારણોસર તેઓ પોતાની પ્રોફાઈલ લોક રાખતા હોય છે. પણ શું તમારી પ્રોફાઈલ સાચેમાં સુરક્ષિત છે ખરી? તો હવે તેના વિશે તો ફેસબુક જ જાણે પણ તે વાત ક્લિયર છે કે કેટલીક ટ્રિકને અપનાવવાથી કોઈ પણ વ્યક્તિની લોક કરેલી પ્રોફાઈલ પણ જોઈ શકાય છે.

થોડા મહિનાઓ આગાઉ જ ફેસબુકે Locked Profile ફીચર લાગું કર્યું છે. સૌથી સારી વાત એ છે કે જો તમે તમારા ફેસબુક આઈડી માટે Locked Profile પસંદ કરો છો તો તમારા પ્રોફાઇલમાં રહેલા ફ્રેન્ડ્સ સિવાય કોઈ અન્ય યુઝર તમારી પ્રોફાઇલ જોઈ શકશે નહીં. અન્ય કોઈ ફેસબુક યુઝર તમારી Locked Profileનો સ્ક્રીનશોટ પણ નહીં લઇ શકે. પ્રાઇવસીની દ્રષ્ટીએ આ એક સારી વાત છે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે કોઈ Locked Profileથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. પ્રોફાઇલ લૉક હોવાના કારણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં ઘણા વિચારો આવે છે.

લોક કરેલી પ્રોફાઈલને જોવાની પહેલી રીત એ છે કે Facebook પર Locked Profile જોવી ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર Locked Profile પર જાવ. પછી પ્રોફાઇલ પિક્ચર પર રાઇટ ક્લિક કરો. હવે કોપી ઇમેજ એડ્રેસ પર ટેપ કરો. નવી વિન્ડો ખોલો અને તેમાં url પેસ્ટ કરો. જ્યાં તમને લૉક કરેલી પ્રોફાઇલનો ફોટો દેખાશે.

Locked Profile જોવા માટે બીજો વિકલ્પ પણ છે. Locked Profileના યુઝરનેમને યાદ રાખો. હવે ‘http://graph.facebook.com/username/userid/picture?width=2000&height=2000’ પર જઇને યુઝરનેમની જગ્યાએ નામ લખો. આમ કરવાથી પ્રોફાઇલ પિક્ચર દેખાશે.

આપણે ઘણીવાર જોઈએ છે કે કે ફેસબુકમાં ઘણા લોકો પોતાની પ્રોફાઇલ લૉક રાખે છે. આ સ્થિતિમાં જો તેઓ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અથવા તમે તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માંગતા હોવ તો મૂંઝવણની સ્થિતિ બની જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code