Site icon Revoi.in

BSC નર્સિંગ સહિત કોર્ષમાં પ્રવેશ માટે 7 જુલાઈ સુધી અરજી કરી શકાશે

Social Share

અમદાવાદ, 25 જુન, 2026 : Applications for B.Sc. Nursing admission  શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ પર પેરા મેડિકલ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે ખાસ કરીને MPT, પોસ્ટ બેઝિક બીએસસી (નર્સિંગ), એમએસસી નર્સિંગ, અને એમ.ઓપ્ટોમેટ્રી જેવા અત્યંત આકર્ષક અને ડિમાન્ડેડ કોર્સિસમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ માધ્યમ બન્યુ છે. વિવિધ કોર્ષમાં પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ 7 જુલાઈ-26 સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ આ એક કેન્દ્રીત પ્રવેશ પ્રક્રિયા છે જે વિદ્યાર્થીઓનો સમય અને મહેનત બચાવશે. પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવામાં આવશે. GCAS દ્વારા એક નવી અને ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી સ્ટુડન્ટ કોર્નરમાં જઇ વેકેન્ટ/કટઓફ વિભાગમાં વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને કોર્સોમાં હાલમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે તેમજ તે માટેનું વર્તમાન કટ-ઓફ કેટલું છે તે લાઇવ જોઇ શકે છે. આ સુવિધા તમને કોલેજ અને પ્રોગ્રામની પસંદગી વધુ સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આ વર્ષે ખાસ કરીને MPT, પોસ્ટ બેઝિક બીએસસી (નર્સિંગ), એમએસસી નર્સિંગ, અને એમ.ઓપ્ટોમેટ્રી જેવા અત્યંત આકર્ષક અને ડિમાન્ડેડ કોર્સિસમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ માધ્યમ બન્યુ છે. વિવિધ કોર્ષમાં પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ 7 જુલાઈ-26 સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Exit mobile version