Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શાળાઓમાં 283 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો અપાયા

Social Share

સુરેન્દ્રનગર, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. તેથી ગામડાંની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે અસર પડી હતી. આ અંગેની રજુઆતો બાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરીને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે. શિક્ષણ સહાયકો ધોરણ 1થી 5માં બાળકોને શિક્ષણ આપશે.

ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283 શિક્ષણ સહાયકોની ફાળવણી કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કચેરી દ્વારા શાળા પસંદ કરવા સોમવારે કેમ્પ યોજાયો હતો. અગાઉ દિવાળી વેકેશન પહેલા ધોરણ 1થી 5 માટે કરાર આધારિત 137 જેટલા શિક્ષકોને હુકમો કરવામાં આવ્યા હતા. આ કેમ્પ 80 ફૂટ રોડ સરદાર પટેલ શાળા ખાતે તા 2 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ડો. ભદ્રસિંહ વાઘેલા અને મહાસંઘના હોદેદારો વગેરેની ઉપસ્થિતમાં સ્થળ પસંદગી અને હુકમો અપાયા હતા. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં પસંદગી કરવામાં આવી છે. જ્યારે આશ્રમ શાળા પ્રાથમિક ગાન્ટેન્ડ શાળા પણ પસંદગી થઈ છે. આથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283થી વધુ સહાયકો શિક્ષકો કામ કરતા થઈ જશે જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ફાયદા થશે.

Exit mobile version