1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, કોણ છે રત્નાકર જાણો
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, કોણ છે રત્નાકર જાણો

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, કોણ છે રત્નાકર જાણો

0

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના શાસનના પાંચ વર્ષની ઉજવમી કરી રહ્યાં છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં સંગઠનને વધારે મજબુત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરી છે. ભીખુભાઈ દલસાણીયા છેલ્લા 13 વર્ષથી ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી ઉઠાવતા હતા.

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા રત્નાકરનો જન્મ 1973માં ઉત્તરપ્રદેશના દેવરિયામાં થયો હતો. વર્ષ 1991માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયાં હતા. વર્ષ 1995માં આરએસએસમાં જોડાયાં હતા. વર્ષ 1995થી 2013 સુધી આરએસએસના પૂર્ણ પ્રચારક રહ્યાં હતા. વર્ષ 2013માં તેમને ઉત્તરપ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે બુંદેલખંડની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દરમિયાન 2017માં તેમને વારાણસીની જવાબદારી સોંપવામાં આવી હતી. 2017 માં સફળતાપૂર્વક કામ કર્યા બાદ 2019 માં લોકસભાની ચૂંટણી અગાઉ રત્નાકરને ગોરખપુર લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી જેમાં પણ રિઝલ્ટ આપ્યું અને વર્ષ 2020માં તેમને બિહાર ભાજપના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવાનો શ્રેય રત્નાકરને આપવામાં આવે છે.

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે હવે ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.