1. Home
  2. ગુજરાતી
  3. અરડૂસીના પાન અનેક સમસ્યાનો છે રામબાણ ઈલાજ – જાણો આ પાનના ફાયદાઓ
અરડૂસીના પાન અનેક સમસ્યાનો છે રામબાણ ઈલાજ – જાણો આ પાનના ફાયદાઓ

અરડૂસીના પાન અનેક સમસ્યાનો છે રામબાણ ઈલાજ – જાણો આ પાનના ફાયદાઓ

0
  • અરડૂસીના પાન દવાનું કામ કરે છે
  • પેટને લગતી સમસ્યામાંથી આપે છે છૂટકારો

સામાન્ય રીતે આપણને શરીરમાં જો કોઈ પણ તકલીફ થાય તો સૌથી પહેલા આપણે કુદરતી સારવારને પ્રાધાન્ય આપીએ છીએ, જેમાં અનેક વનસ્તપિઓનો સમાવેશ આપણે દવા તરીકે કરતા હોઈએ છીએ. ત્યારે આજે આવી જ એક ખાસ જરુરી અને શરીને ફાયદો કરનારી વનસ્પતિ એટલે કે, અરડૂસી વીશે વાત કરીશું.

અરડૂસીનાં પાંદડાં ખૂબજ ગુણકારી છે, જે આપણાને અનેક બીમારીમાંથી હંમેશા માટે છૂકારો આપે છે, અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. જેના પાનમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગઅનેક જાતની દવાઓના રૂપમાં કરવામાં આવતો હોય છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે. અરડૂસી એ ક્ષયમાં ખુબ જ ફાયદા કારક છે.

જ્યારે આપણાને સુકી ખાસી થતી હોય ત્યારે આરડૂસીના પાનનો રસ આપણાને રાહત આપે છે,આ સાથે જ સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ લાભદાયક નિવડે છે.

આ સાથે જ છાંતીમાંથી કફ છૂટો ન પડતો હોય, ફેફ્સામાં કફનો અવાજ કણસરતો હોય, કાચો ફીણવાળો કફ હોય એવી સમસ્યાઓમાં આ અરડૂસીના પાન ચાવવાથી અથવા તો તેના પાનના રસનું સેવન કરવાથી દવાખાને પણ જવાની જરુર પડશે નહી તેટલા પ્રમાણમાં તમને ફાયદો થશે.

અરડૂસીના જો સ્વાદની વાત કરીએ તો તે સ્વાદમાં કડવી છે પણ કહેવાયને કડવું તેટલું ઔષધ. જેથી તે કફ અને પિત્તના રોગોને મટાડે છે. અરડૂસીનો ઉપયોગ રક્તપિત્ત, ઉધરસ અને ક્ષયમાં ખાસ કરીને થાય છે. આ સાથે જ નસકોરી ફૂટવી, લોહીની ઊલટી થવી, મળમૂત્ર માર્ગોથી લોહી પડવું, દાંતમાંથી લોહી નીકળવું જેવા અનેક રોગો કે બીમારીમાં અરડૂસીનું સેવન અથવા તો તેના પાનનો ઉપયોગ ખૂબ મહત્વ ઘરાવે છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code