1. Home
  2. Agency
  3. News
  4. તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ
તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ

તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ

0
Social Share

નવી દિલ્હી, 15 મે 2026:  તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? આ પ્રશ્નનું પૂછવાનું કારણ એ છે કે, દેશની રાજધાનીમાં બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ છે.

તમે બજારમાંથી લેવાઈસ (Levi’s), ઝારા (Zara) કે ટોમી હિલફિગર (Tommy Hilfiger) જેવી મોંઘી બ્રાન્ડની જિન્સ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો શોપિંગ પર જતા પહેલા સાવધ થઈ જજો. પશ્ચિમ જિલ્લા પોલીસના DIU એ એક એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે નારાયણ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની બંધ દીવાલો પાછળ તમારી મનપસંદ બ્રાન્ડેડ જીન્સનો “નકલી ખેલ” ખેલી રહ્યા હતા.

સીવણ મશીનો કબજે કર્યા

દિલ્હી પોલીસે એકસાથે ચાર સ્થળોએ દરોડા પાડીને લેવાઈસ, ઝારા, કેલ્વિન ક્લાઈન અને ટોમી હિલફિગર જેવી જાણીતી બ્રાન્ડની મોટી માત્રામાં નકલી જિન્સ, હજારો બનાવટી લેબલ અને સીવણ મશીનો કબજે કર્યા છે. પોલીસને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે નારાયણ વિસ્તારમાં જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના કોપીરાઈટ અને ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરીને નકલી કપડાં બનાવવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમની રચના કરવામાં આવી હતી. કોર્ટમાંથી સર્ચ વોરંટ લીધા બાદ પોલીસે આયોજનબદ્ધ રીતે ચાર સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચોઃ NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા

લાખોનો સામાન અને મશીનો જપ્ત

દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં તૈયાર જિન્સ અને કાચો માલ મળી આવ્યો હતો. બ્રાન્ડના પ્રતિનિધિઓએ સ્થળ પર જ પુષ્ટિ કરી હતી કે આ તમામ કપડાં નકલી છે. પોલીસે સ્થળ પરથી 3,400 થી વધુ તૈયાર નકલી બ્રાન્ડેડ જિન્સ કબજે કર્યા છે. આ સાથે જ 9,000થી વધુ બનાવટી લેબલ અને ટેગ્સ પણ મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 7 ભારે ઔદ્યોગિક સીવણ મશીનો (જેનો ઉપયોગ નકલી માલ સીવવા માટે થતો હતો) જપ્ત કર્યા છે.

પોલીસે આ મામલે ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ અલગ-અલગ યુનિટ ચલાવી રહ્યા હતા. જેમાં: કીર્તિનગરનો રહેવાસી વિપિન સરદાના, જેની પાસેથી સૌથી વધુ 2,510 નકલી જીન્સ અને 4 મશીનો મળી આવ્યા છે. ઈન્દ્રપુરીનો રહેવાસી ઋષભ ગર્ગ, જે કેલ્વિન ક્લાઈનનું જીન્સ અને લેવાઈસનો કાચો માલ બનાવી રહ્યો હતો. નોઈડાના રહેવાસી નીરજ ભામ્બરી, જે ટોમી હિલફિગરની નકલી જિન્સના ઉત્પાદનમાં વ્યસ્ત હતો. આ ઉપરાંત ઈન્દ્રપુરીનો રવિ પ્રકાશ પણ ઝડપાયો છે, જેની પાસેથી કેલ્વિન ક્લાઈનની 300 જિન્સ કબજે કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code