1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આતંકી હુમલાની દહેશતને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર હથિયારધારી પોલીસનો બંદોબસ્ત
આતંકી હુમલાની દહેશતને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર હથિયારધારી પોલીસનો બંદોબસ્ત

આતંકી હુમલાની દહેશતને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર હથિયારધારી પોલીસનો બંદોબસ્ત

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા એ સરહદી જિલ્લો છે. અને હાઈવે અને રેલ માર્ગે રાજસ્થાન સાથે જોડાયેલો છે. હાઈવે પર અમીરગઢ ચેકપાસ્ટથી રોજબરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. દરમિયાન દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી ભર્યો આતંકવાદી સંગઠને પત્ર જારી કરતા જેને લઇને બનાસકાંઠા પોલીસ એલર્ટમોડ પર આવી ગઇ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો છે. આ પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર પર તારીખ 6 જૂન, 2022 છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ આતંકી હુમલાના ધમકીભર્યા પત્રને લઇને અમીરગઢ બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતા વાહનો પર સીસીટીવી નજર સાથે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં માત્ર અમીરગઢ ચેકપોસ્ટ જ નહીં પણ ગુજરાતમાં પ્રવેશતા તમામ હાઈવે પરની ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તેમજ આવતા મહિનાથી રથયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને લોકમેળાઓ યોજાવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને ગુજરાતમાં પ્રવેશતા વાહનો પર નજર રાખવામીં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code