
જમ્મુ-કાશ્મીરમાં સવારથી શરુ થયેલી અથડામણમાં સેનાને મળી સફળતાઃ 2 આતંકીઓ ઢેર
- જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા
- અથડામણમાં 2 આતંકીઓના મોત
શ્રીનગરઃ- જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સલવારથી જ સેના અને આતંકીો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.સવારથી શરુ થયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઢંક કરાયા છે
જો કે હાલ આ માર્યા ગયેલા આતંકીઓની કોઈ ઓળખ થઈ નથી. આ સાથે જ સુરક્ષા દળોને સ્થળ પરથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ આ બાબતને લઈને જણાવ્યું હતું કે બંને આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અનંતનાગમાં સુરક્ષા દળોને એક આતંકીને ઠાર કરવામાં સફળતા મળી હતી. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યો ગયો હતો.ત્યારે હવે આજે વહેલી સવારથી સર્જાયેલી અથડામણમાં આતંકીઓનો સફાયો કરીને સુરક્ષાદળોએ તેમના નાપાત ઈરાદોને નિષ્ફળ બનાવ્યા હતા.