Site icon Revoi.in

પાવાગઢની 44 કિલોમીટરની બે દિવસીય પરિક્રમાનો પ્રારંભ, ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

હાલોલઃ ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા પણ છેલ્લા 9 વર્ષથી યોજવામાં આવે છે. ત્યારે પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં સેકડો માઈ ભક્તો જોડાયા છે. વહેલી સવારથી ઠેર ઠેર સંઘો, ભજન મંડળીઓ સાથે 44 કિલોમીટરની પરિક્રમામાં સામેલ થયા હતા અને રસ્તામાં ભક્તો માટે મહાપ્રસાદ તેમજ ચા નાસ્તાની સેવાઓના કેમ્પો પણ લાગી ગયા છે. પરિક્રમાવાસીઓએ રાત્રે તાજપુરા ખાતે નારાયણ ધામમાં રોકાણ કર્યુ હતું

પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે 500 વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તોનો ભારે ઘસારો શરૂ થયો છે. માઈ ભક્તો દ્વારા છેલ્લા નવ વર્ષથી પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરેથી તાજપુરા આશ્રમના પૂ.લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ તેમજ અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બે દિવસની 9મી પરિક્રમાનો પ્રારંભ થયો હતો.

પાવાગઢની પરિક્રમામાં વડોદરા પંચમહાલ તેમજ આસપાસના જિલ્લામાંથી સેંકડો ભક્તો જોડાયા હતા. વહેલી સવારથી ઠેર ઠેર સંઘો ભજન મંડળીઓ સાથે પરિક્રમામાં સામેલ થયા હતા અને રસ્તામાં ભક્તો માટે મહાપ્રસાદ તેમજ ચા નાસ્તાની સેવાઓ પણ લાગી ગયા હતા. પરિક્રમાવાસીઓ સાંજે તાજપુરા ખાતે નારાયણ ધામમાં રોકાણ કર્યુ હતુ અને આજે સવારે ભાવિકોએ આગળની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. (File photo)

 

Exit mobile version