Site icon Revoi.in

એશિયા કપઃ ફીલ્ડિંગ ભારતીય ટીમની બની મુશ્કેલી, અત્યાર સુધીમાં 12 કેચ છુટ્યાં

Social Share

દુબઇ: એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને 41 રનથી હરાવી 12મી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, જીત વચ્ચે ટીમ ઇન્ડિયાની ફીલ્ડિંગ સૌથી મોટો મુદ્દો બની રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી વધુ ડ્રોપ કરેલા કેચોની સૂચિમાં પહેલા નંબરે આવી છે. પાકિસ્તાન આ મામલે ભારતને પાછળ પડ્યું હોવાનું જણાયું છે.

ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 12 કેચ ડ્રોપ કર્યા છે અને તેની કેચિંગની સરેરાશ માત્ર 67.5% રહી છે. તેના કરતા પાકિસ્તાનની કેચિંગ રેટ ટોચે 86.7% છે. બીજી ટીમોની ફીલ્ડિંગ ભારતથી શ્રેષ્ઠ રહી છે, બાંગ્લાદેશે 8, શ્રીલંકાએ 6, અફઘાનિસ્તાન અને ઓમાને 4-4, હૉંગકોંગે 11, યુએઈએ માત્ર 2 અને પાકિસ્તાન માત્ર 3 કેચ ડ્રોપ કર્યા છે.

ખાસ કરીને અભિષેક શર્મા અને કુલદીપ યાદવ સૌથી વધુ કેચ ડ્રોપ કરતા જોવા મળ્યા છે. બાંગ્લાદેશ સામે જીત પછી પોતે વરુણ ચક્રવર્તીએ પણ ફીલ્ડિંગને ગંભીર મુદ્દો ગણાવ્યો અને જણાવ્યું કે, ફીલ્ડિંગ કોચ હવે દરેક ખેલાડીની ક્લાસ લઇ શકે છે.

ખરાબ ફીલ્ડિંગ પાછળના કારણોમાં દુબઇના ગ્રાઉન્ડની ફ્લડ લાઇટ્સને પણ જવાબદાર ગણાવવામાં આવ્યું છે, જે સ્ટેડિયમની છત પર લાગેલી હોવાથી ખેલાડીઓને બોલ જજ કરવા મુશ્કેલી થતી હોય છે. ભારતીય ટીમ માટે ફાઇનલ પહેલા ફીલ્ડિંગ સુધારવી અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો મહત્વપૂર્ણ મેચમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.