Site icon Revoi.in

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ: ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો

Social Share

નવી દિલ્હીઃ કઝાકિસ્તાનમાં આયોજિત ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધાઓમાં ભારતે, પાંચ સુવર્ણ , બે રજત અને ચાર કાસ્ય ચંદ્રકો જીત્યા છે.રશ્મિકાએ વ્યક્તિગત લેવલ પર ૨૪૧.૯ ના સ્કોર સાથે જુનિયર મહિલા એર પિસ્તોલનો તાજ જીત્યો, જે રજત ચંદ્રક વિજેતા કોરિયન હાન સેઉનગ્યુનથી ૪.૩ આગળ હતો.

રશ્મિકા માટે આ ઇવેન્ટમાં બેવડો આનંદની ક્ષણ હતી કારણકે રશ્મિકાએ, વંશિકા ચૌધરી અને મોહિની સિંહે ટિમ ઇવેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મનુએ એશિયન ગેમ્સ ચેમ્પિયન પલક અને સુરુચી ફોગાટ સાથે મહિલા એર પિસ્તોલમાં ટીમ કાસ્ય ચંદ્રક જીત્યો હતો. ડબલ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ફાઇનલમાં ૨૧૯.૭ નો સ્કોર કરીને ત્રીજા સ્થાને રહીને બીજો વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો.