1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ
અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ

અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ

0

દિલ્હીઃ બે પડોશી દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલતો હોવાનું અવાર-નવાર સામે આવે છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે જ્યાં સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અવાર-નવાર હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તાજેતરમાં બંને રાજ્યોની સરહદને લઈને થયેલી હિંસક અથડામણમાં એક-બે નહીં પરંતુ છ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા.

અસમ અને મિઝોરમ વચ્ચે વર્ષોથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ હવે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે શાબ્દીક યુદ્ધ પણ શરૂ થયું છે. તેમજ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, અસમની એક ઈંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. આ બે રાજ્યોની સીમાને લઈને વિવાદ છે. આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ હતી ત્યારે પણ વિવાદ ચાલતો હતો. આ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ નથી. બંને રાજ્યોની સરહદને લઈને થયેલી હિંસક અથડામણની કેન્દ્ર સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. તેમજ વિવાદના નિરાકરણ માટે કવાયત શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.