1. Home
  2. ગુજરાતી
  3. વિધાનસભા ચૂંટણી પરિણામઃ તમિલનાડુમાં વિજયની જીતને લઈને ઘરમાં ઉજવણી, વીડિયો વાયરલ
વિધાનસભા ચૂંટણી પરિણામઃ તમિલનાડુમાં વિજયની જીતને લઈને ઘરમાં ઉજવણી, વીડિયો વાયરલ

વિધાનસભા ચૂંટણી પરિણામઃ તમિલનાડુમાં વિજયની જીતને લઈને ઘરમાં ઉજવણી, વીડિયો વાયરલ

0
Social Share

ચેન્નાઈ, 4 મે 2025: તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શકયતાઓ હાલની સ્થિતિમાં જોવાઈ રહી છે. ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેવા વિજય થલાપતિની પાર્ટી ટીવીકે 109 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે જ્યારે બીજી તરફ ડીએમકે અને એઆઈડીએમકે 60થી વધારે બેઠકો ઉપર આગળ છે. આમ ટીવીકે તમિલનાડુમાં સરકાર બનાવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ વિજ્યના ઘરે ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે એટલું જ નહીં તેમના ઘરની બહાર સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

વિજ્ય થલાપતિના ઘરના બહારના કેટલાક વીડિયો સામે આવ્યાં છે. જેમાં અભિનેતાના ઘરની બહાર ગાડીઓ આવતી જોવા મળી રહી છે, તેમજ કેટલાક લોકો ફૂલ લઈને ઘરમાં જતા જોવા મળે છે. જો કે, હજુ સુધી મતગણતરીને લઈને વિજય તરફથી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.

દરમિયાન દીકરાની જીત માટે વિજયના પિતા એસએ ચંદ્રશેખર સવારે મુરુગન મંદિર પહોંચ્યાં હતા. તેમજ દીકરાની જીત માટે પ્રાર્થના કરી હતી. વિજયના પિતા જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તેમજ વિજ્યના દરેક નિર્ણય ઉપર તેમણે સમર્થન આપ્યું છે. વિજયના ઘરના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે. જેમાં પરિવારના સભ્યો જીતની ઉજવણી કરતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ધો-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code