
ક્રિસમસમાં પેટભરીને ખાવ મીઠાઈ,નહીં વધે સુગર
આપણા દેશમાં તહેવાર આવે એટલે સૌથી પહેલા લોકોને મીઠાઈ યાદ આવે, પણ કેટલાક લોકોને તહેવારમાં પણ મીઠાઈ ખાવા મળતી નથી કારણ કે ડાયાબિટીસની બીમારી.. પણ આ વખતે હવે ચિંતા કરવાની જરૂર નથી.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ક્રિસમસ પાર્ટી તેમજ ન્યૂ યર પાર્ટીમાં જમ્યા પછી તરત ઊંઘશો નહીં. તરત ઊંઘવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ન્યૂ યર સેલિબ્રેશન પછી તરત થોડુ વોક કરો અને એક કલાક રહીને ઊંઘવાની આદત પાડો. ત્યારબાદ ભોજનના અડધો કલાક પછી હળવી એક્સેસાઇઝ કરો.
ક્રિસમસ વર્ષનો એક ખાસ તહેવાર હોય છે. આ તહેવાર મિત્રો તેમજ પરિવાર સાથે સેલિબ્રેટ કરો છો તો મજ્જા પડી જાય છે. ક્રિસમસ દરમિયાન તમે પેટ ભરીને ખાઓ એનો કોઇ વાંઘો નથી, પરંતુ આ ખાસ દિવસોમાં તમે ફિઝિકલ એક્ટિવિટી દિવસમાં ઓછામાં ઓછી 2 થી 3 કલાક જેટલી કરો.