1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો,4 પોલીસકર્મીઓએ ગુમાવ્યો જીવ
પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો,4 પોલીસકર્મીઓએ ગુમાવ્યો જીવ

પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો,4 પોલીસકર્મીઓએ ગુમાવ્યો જીવ

0
Social Share

દિલ્હી:પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો થયો હતો.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અજાણ્યા શખ્સો દ્વારા પોલિયો રસીકરણ ટીમ ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ગોળીબારમાં રક્ષા કરતા ચાર પોલીસકર્મીઓના મોત થયા હતા જયારે અન્ય બે ઘાયલ થયા હતા.આ અંગે પોલીસે માહિતી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,આ ઘટના ટાંકી જિલ્લાના ગુલ ઈમાન વિસ્તારમાં બની હતી, જ્યાં અજ્ઞાત બંદૂકધારીઓએ ઘરે-ઘરે પોલિયો રસીકરણ ટીમને લઈ જતી પોલીસ વાન પર હુમલો કર્યો હતો.

હુમલામાં ઘાયલ બે પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસ અને હુમલાખોરો વચ્ચે લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code