1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે
ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે

ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે

0
Social Share

ઘણી વખત આપણા ભોજનની આદતો અને લાઈફસ્ટાઈલના કારણે આપણને છાતીમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યાને ઈગ્લિંશમાં હાર્ટબર્ન અથવા તો અસિડ રિફ્લક્સ કરવામાં આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ સમય રહેતા તેનું સમાધાન ખૂબ જ જરૂરી છે. નહીં તો બાદમાં તેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે સુવાના કારણે પણ આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

શું છે એસિડ રિફ્લક્સ?

એસિડ રિફ્લક્સ અથવા તો હાર્ટ બર્ન ડાઈજેશન સાથે જોડાયેલી એક સમસ્યા છે જેમાં જે એસિડ આપણા ભોજનને પચાવવા માટે હોય છે તે ફૂડ પાઈપ એટલે કે ઓએસોફેગસ દ્વારા આપણા ગળા સુધી આવી જાય છે. જે મુશ્કેલી પેદા કરે છે.

એસિડ રિફ્લક્સના મુખ્ય લક્ષણ

પેટનું એસિડ ગળા સુધી આવવું
ખાટ્ટા ઓડકાર આવવા
છાતી કે ગળામાં બળતરા થવી
ભોજન ગળવામાં મુશ્કેલી થવી

આ પ્રકારે સુવાથી થાય છે સમસ્યા

ગળામાં બળતરાનો સંબંધ તમારા સ્લીપિંગ પોસ્ચર સાથે જોડાયેલો છો. જો તમે ઉંધા વધારે સુવો છો તો તેનાથી એસિડ રિફલક્સની સંભાવના ખૂબ વધારે વધી જાય છે. માટે મોટાભાગના હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે તમે ડાબા પડખે સુવો. જેથી આવી સમસ્યા ન થાય.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code