Site icon Revoi.in

બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભેળસેળ વાળું પનીર પકડાયું

Social Share

અમદાવાદઃ બનાસકાંઠાના છાપી ખાતે એક ખાનગી દૂધ ઉત્પાદન કંપનીમાં પનીર લુઝ, પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ કરાયો છે. બનાસકાંઠાના ખૌરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૯૧૫ કિલો જથ્થો જપ્ત કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢીમાંથી પનીર લુઝનો ૬૯૪ કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો હતો, જેની કિંમત ૧ લાખ ૬૬ હજાર રૂપિયા છે. આ સિવાય ૧૫ હજાર ૪૦૩ રૂપિયાનો ૧૦૩ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા ૧૨ હજાર ૪૦૮ રૂપિયાનો ૧૧૮ કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો જપ્ત કરાયો હતો.

Exit mobile version