
કોરોનાના કહેર વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે આટલું રાખવુ ધ્યાન
- દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ
- નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ
ભારતમાં ફરી એકવાક કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો ખતરો પણ દેશમાં વધારો થયો છે. કોરોના કેસ વધતા લોકો ફરીથી આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે અને નિયમિત કસરત અને યોગ કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યાં છે. જો કે, લોકોએ કસરત અને યોગ કરવાની સાથે કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
રાતે સુત્રી વખતે વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ઊંઘમાં ખલેલ પહોંચે છે. લોકો મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યાથી ઝઝૂમતા હોય છે અને તેના કારણે તેઓ સવારે વહેલા ઉઠતા નથી. જેના કારણે સ્થૂળતા, ઉંમર સાથે વૃદ્ધત્વ, કરચલીઓ જેવી બીજી ઘણી સમસ્યાઓનું ઉભી થાય છે. જેથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. સારા આરોગ્ય માટે દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ. તેમજ શરીરને પુરતો આરામ મળવો જોઈએ. વધારે પડતો તણાવ એટલે કે ટેન્શન પણ અનેક રોગોને આમંત્રણ આપે છે. જેમ જેમ સ્ટ્રેસ લેવલ ઊંચું થાય છે તેમ બ્લડપ્રેશરનું સ્તર પણ ઊંચું થઈ જાય છે. જેથી ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદય સંબંધિત બીમારીઓ, ચહેરા પર કરચલીઓ, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ એકસાથે શરૂ થાય છે. તો તણાવમાંથી બહાર આવવાનો ઉપાય શોધોવો જોઈએ. જેમાં ધ્યાન, યોગ, શ્વાસ લેવાની કસરત, મનપસંદ વસ્તુઓ આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
(Photo-File)