- સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત
- આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ
લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે તો સાથે જ હવે અહી લોકો ભયમૂક્ત જીવનજીવી રહ્યા છે,ત્યારે યોગી આદિત્યનાથને તાજેતરમાં ડોક્ટર આંબેડકર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે યોગી આદિત્યનાથને ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મુંબઈના શ્રી સન્મુખાનંદ ઓડિટોરિયમમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર એનાયત કર્યો.
યુપી વિધાન પરિષદના સભ્ય ડો. લાલજી પ્રસાદ નિર્મલે લખનૌથી યોગી આદિત્યનાથનો આ એવોર્ડ મેળવ્યો હતો.પૂર્નવ રાષ્ટ્રપતિએ સીએમ યોગીના સત્તામાં આવ્યાબાદ જે ફેરફારો રાજ્યમાં થયા તેના વખાણ કર્યા હતા.
બુધંજલિ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા રામનાથ કોવિંદે કહ્યું કે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ગુંડાગીરીનો અંત લાવી રાજ્યને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે
આ સહીત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ યોગી આદિત્યનાથના ગુણ ગાયા હતા તેમના કાર્યોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે 0યોગી આદિત્યનાથ અમારા મિત્ર છે અને ઉત્તર પ્રદેશના ગુંડાઓ, માફિયાઓ આજે તેમના નામથી ડરતા થયા છે હવે યુપીમાં ગુંડા રાજ રહ્યું નથી.