1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે કરી જાહેરાત – રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ટેક્સ ફ્રી
મધ્યપ્રદેશના  સીએમ શિવરાજ ચૌહાણે કરી જાહેરાત – રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ટેક્સ ફ્રી

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે કરી જાહેરાત – રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ ટેક્સ ફ્રી

0
Social Share
  • મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણની જાહેરાત 
  • રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ ટેક્સ ફ્રી કરાઈ

ભોપાલઃ- તાજેતરમાં ગઈકાલે રિલીઝ થયેલી ઘ કરેળ સ્ટોરી ફિલ્મ ચર્ચામાં છે, અનેક વિવાદના વંટોળમાં આ ફિલ્મ ફસાયેલી હોવા જતા રિલીઝના પ્રથમ દિવસે દર્શકોનો સારો સપોર્ટ મળ્યો હતો, બોક્સ ઓફીસ પર ફિલ્મને નિહાળવા લાંબી લાઈન લાગી હતી ત્યારે હવે મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને લઈને મહત્વની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ફિલ્મ ધ કેરળ સ્ટોરી મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી રહેશે. તેમણે કહ્યું કે આ ફિલ્મ શિક્ષિત અને લોકોને  જાગૃત કરનારી ફિલ્મ છે, બાળકો અને માતાપિતાએ આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઈએ. ધ કેરલા સ્ટોરી માટે વિરોધ અને સમર્થન બંને ચાલી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની વાર્તા લવ જેહાદ પર બનેલી ફિલ્મ છે જે વિવાદના વંટોળમાં પણ છે.

આથી વધુમાં સીએમ એ એમ પણ કહ્યું છે કે કે કેરળ સ્ટોરી આતંકવાદ, ધર્માંતરણ અને લવ જેહાદનો ભયાનક ચહેરો જનતા સામે ઉજાગર કરે છે. આ ફિલ્મ એ સાફ દર્શવાતી ફિલ્મ છે કે  કે જે દીકરીઓ ક્ષણિક ભાવનાત્મકતામાં લવ જેહાદની જાળમાં ફસાઈ જાય છે તે કેવી રીતે બરબાદ થઈ જાય છે. આ ફિલ્મ આતંકવાદીઓની ડિઝાઈનનો પણ પર્દાફાશ કરે છે, આ ફિલ્મ આપણને  સારી બાબતથી વાકેફ કરે છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છીએ.આ બાબતને લઈને સીએમ એ એમ પણ જણાવ્યું હતું કે  આ ફિલ્મ જાગૃત કરે છે, દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતાપિતાએ પણ જોવું જોઈએ અને બાળકોએ પણ જોવું જોઈએ. દીકરીઓએ પણ ફિલ્મ જોવી જોઈએ એટલા માટે રાજ્યમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી કરાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code