Site icon Revoi.in

ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIRની મુલાકાત લઈ વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી. સાથે સ્માર્ટ સિટીના 12 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી પણ મેળવી. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવીને આ કામો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ રાખી છે. ગુજરાત પણ આ દિશામાં આગળ વધીને દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદનની ઇકોસિસ્ટમ સાથે સજ્જ છે. ત્યારે ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.