Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો સાયકલ ચલાવવા જોડાયા હતા. મનસુખ માંડવિયાએ પણ સાયકલ ચલાવીને ફીટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદ શહેરના જમાલપુર ખાતેના રિવરફ્રન્ટ પર આજે સવારે ફિટ ઇન્ડિયા અભિયાન માટે સાયકલ યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર સહિત શહેરના નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ સૌ પ્રથમ સાયકલ ચલાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્યો પર સાયકલ સાથે રેલીમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી અને અન્ય લોકો સાયકલ સાથે પર મોટી સંખ્યામાં રેલી યોજી હતી.

ફિટ ઇન્ડિયા માટે સમગ્ર દેશ ભરમાં સન્ડે ઓન સાયકલ અભિયાન ચાલી રહ્યુ છે. અને ફીટ રહેવા માટે લોકો સાયકલ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ધીરે ધીરે સાઇકલ ચલાવી વર્ક કલ્ચર બની રહ્યું છે. ફીટ રહેવા અને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ કરવું જરૂરી છે. વિકસિત ભારતનું સપનું પણ સાકાર થશે. કારણ કે, સાયકલિંગથી સમાજ સ્વસ્થ રહેશે તો સમૃદ્ધ સમાજનું નિર્માણ થશે અને સમૃદ્ધ સમાજ હશે તો વિકસિત ભારત બનશે. સાયકલિંગ દ્વારા નાગરિક પોતે અને તેનું સ્વાસ્થ્ય સારું રહેશે.