દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહત, જો કે , તામિલનાડુમાં એક જ દિવસમાં 1 હજારથી વધુ કેસ સામે આવ્યા
- તામિલનાડુમાં કોરોનાથી વધી ચિંતા
- એક જ દિવસમાં એક હજારથી વધુ કેસ નોઁધાયા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુાત થી હતી ત્યારે આજ દિન સુધી કોરોનાના કેસો સતત આવી જ રહ્યા છે, હાલ પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છએ ,જો કે સ્થિતિ પહેલા કરતા સારી જોવા મળે છે,બીજી કોરોનાની લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓ ઘટી છે, જો કે આ સ્થિતિ વચ્ચે પણ દેશના કેટલાક રાજ્યો એવા છે જ્યાં આજે પણ કોરોનાના 1 હજાર જેચલા કેસ નોઁધાી રહ્યા છે,
દેશમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે સંક્રમિતોની કુલ સંખ્યા ત્રણ કરોડ 42 લાખને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 42 લાખ 73 હજાર 300 થઈ ગઈ છે.
રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં જેમાં શનિવારે સવારે 8 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી કોરોનાના 12 હજાર 830 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં 14 હજાર 667 દર્દીઓ સાજા પણ થયા છે. આ દરમિયાન 446 કોરોના સંક્રમિતોના મોત થયા છે.
આ સાથે જ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 36 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4.58 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ કોરોના કેસની સંખ્યા એક લાખ 59 હજારથી વધુ છે.
જો તામિલનાડુની વાત કરવામાં આવે તો, અહી તમિલનાડુમાં રવિવારે કોરોનાના 1 હજાર 9 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ, 1 હજાર 183 દર્દીઓ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન કોવિડના 19 દર્દીઓના મોત થયા હતા.
આ સાથે જ રાજ્યમાં હવે કોરોનાના 11 હજાર 492 સક્રિય કેસજોવા મળી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમણના અત્યાર સુધીમાં 26 લાખ 55 હજાર 15 કેસ નોંધાયા છે અને આ મહામારીને કારણે કુલ 36 હજાર 116 લોકોના મોત થયા છે.