નવી દિલ્હીઃ ખાસ સઘન પુન:નિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99 ટકાથી વધુ મતદારોને આવરી લેવાયા છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે સ્થાનિક બૂથ લેવલ અધિકારીયોના અહેવાલ મુજબ એક લાખ મતદારો શોધી શકાયા નથી.
પંચે કહ્યું કે 21 લાખ 6 હજાર લોકો મૃતક હોવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. 31 લાખ 5 હજારથી વધુ લોકો કાયમી ધોરણે વિસ્થાપિત થયા છે અને 7 લાખ મતદારો એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા છે. લગભગ 7 લાખ મતદારોના ફોર્મ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદી પહેલી ઓગસ્ટે પ્રકાશિત થશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ મતદાર અથવા રાજકીય પક્ષ આ વર્ષે પહેલી સપ્ટેમ્બર સુધી પોતાનું નામ ઉમેરવાનો દાવો કરી શકે છે અને જો ખોટું નામ સામેલ કરવામાં આવ્યું હોય તો વાંધો નોંધાવી શકે છે.

