Site icon Revoi.in

અમદાવાદના એસજી હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આજે સવારે બાઈક પર ગાંધીનગરથી નોકરી પર જવા નિકળેલા યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાન રોડ પર પટકાયો હતો. અને ઘટવનાસ્થળે મોત નિપજ્યુ હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને અજાણ્યા વાહનચાલકની શોધ ખોળ આદરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના એસ. જી. હાઈવે પર આજે વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહન ચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને મૃતક બાઈકચાલકની ઓળખ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલો બાઈકચાલક યુવાન કથન ખરચર ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ આજે(1 ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. યુવાન દીકરાનું મોત થતા પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા CCTV ફુટેજમાં આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version