HomeગુજરાતીટેકનોલોજીGST નોંધણીમાં બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

GST નોંધણીમાં બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2026: GST નોંધણીમાં છેતરપિંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે સમગ્ર ભારતમાં GST નોંધણી માટે બાયોમેટ્રિક-આધારિત ચકાસણી ફરજિયાત રહેશે.

ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયમૂર્તિ શૈલ જૈનની બનેલી ખંડપીઠે એક ગૃહિણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ પસાર કર્યો.

PAN ના દુરુપયોગ મામલે મહિલા કોર્ટમાં પહોંચી

ગૃહિણીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પાન (PAN) કાર્ડનો દુરુપયોગ કરીને જીએસટી (GST) રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમને જીએસટી વિભાગ તરફથી બાકી જીએસટી લેણાં અંગેની નોટિસ મળી હતી.

ચોરાયેલી ઓળખનો ઉપયોગ કરીને નોંધણી કરાવવાનો આરોપ

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નાણાકીય છેતરપિંડી આચરવા માટે, અજાણ નાગરિકોના ચોરાયેલા અથવા ફ્રીઝ કરાયેલા PAN કાર્ડ અને આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને GST રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા.

છેતરપિંડી રોકવા માટે લેવાયેલું પગલું

આ બાબતે સુનાવણી બાદ, દિલ્હી હાઈકોર્ટની એક બેન્ચે GST વ્યવસ્થા હેઠળ સમગ્ર ભારતમાં નોંધણી માટે બાયોમેટ્રિક-આધારિત ચકાસણી ફરજિયાત બનાવતો વચગાળાનો આદેશ જારી કર્યો છે.

વધુ વાંચો: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા અબ્દુલ હમીદને શ્રદ્ધાંજલિ આપી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular