Site icon Revoi.in

મેસરી નદીના નવનિર્મિત બ્રિજમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ભાજપના MLAનો CMને પત્ર

Social Share

વડોદરા, 26 મે, 2026 : BJP MLA writes to CM seeking probe into corruption in newly constructed bridge જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલા મેસરી નદી પર 24 કરોડના ખર્ચે બનાવાયેલા નવ નિર્મિત બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. અને આરસીસી ઉખડી ગયો છે. આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તેની વિજિલન્સ પાસે તપાસ કરાવવાની માગ સાથે ભાજપના ધારાસભ્ય  કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પરથમપુરા પાસે રૂપિયા 24 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ નવનિર્મિત બ્રિજ પર તિરાડો પડી ગઈ છે. એવો આક્ષેપ કરીને ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે તપાસની માગ સાથે  બીજી વખત મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ સામેની નારાજગી વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, નબળા કામોને કારણે સરકારની નામના ખરડાઈ રહી છે. ધારાસભ્યે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

 સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા મત વિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર 24 કરોડ રૂપિયાના ખર્ચે નવિન બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવેલ છે. પરંતુ હજુ બ્રિજને થોડા સમય પહેલા જ શરૂ કરેલો છે. બ્રિજ પરના રસ્તામાં તિરાડો તથા RCC ઉખડી ગયેલો જોવા મળેલ છે. જે ખુબ જ ગંભીર બાબત છે. સરકાર નાગરિકોની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રેસર હોય અને આવી કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અને સરકારની નામના ખરડાય જે ગંભીર વિષય છે. આ બાબતે વિજીલન્સ તપાસ કરાવી કસુરવાર કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા મારી રજૂઆત છે.

ઉલ્લેખનીય છે કે, 5 મહિના પહેલા પણ ઈમાનદારે સીએમને પત્ર લખીને અધિકારીઓ લોકોના કામ ના કરતાં હોવાથી ટિકા કરી હતી. કેતન ઈનામદારે અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીને પત્ર લખીને અલગ અલગ રજૂઆતો કરી ચૂક્યા છે. અલગ અલગ પ્રકારની કામગીરીમાં અધિકારીઓ સામે તેઓએ બાયો ચડાવી હતી. ત્યારે ફરી એકવાર કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કડક કાર્યવાહીને માંગ કરી છે.

Exit mobile version