1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરને મારી નાખવાની ધમકી ભર્યો મેલ મળ્યો
ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરને મારી નાખવાની ધમકી ભર્યો મેલ મળ્યો

ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરને મારી નાખવાની ધમકી ભર્યો મેલ મળ્યો

0
Social Share
  • ISIS કાશ્મીરના નામે અપાઈ ધમકી
  • પોલીસે તેમના ઘરની બહાર સુરક્ષા વધારી
  • સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરને મારી નાખવાની ધમકી આપતો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરએ દિલ્હી પોલીસને સંપર્ક કરીને કહ્યું હતું કે, તેમને ISIS કાશ્મીરએ મારી નાખવાની ધમકી આપી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણએ કહ્યું હતું કે, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, સુરક્ષાને કારણોસર ગંભીરના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

પૂર્વ ક્રિકેટર ગૌત્તમ ગંભીરે ધમકી ભર્યો ઈ-મેલ પણ શેયર કર્યો છે. જેમાં મેલ મોકલનારનું નામ ISIS લખ્યું છે. ઈ-મેલ મળ્યા બાદ તેમના ઘરની બહાર સુરક્ષામાં વદારો કર્યો છે. મહત્વનું છે કે, ક્રિકેટરથી રજનેતા બનેલા ગંભીર અવાર-નવાર પોતાના નિવેદનને લઈને ચર્ચા રહે છે. તેઓ દરેક ગંભીર સમસ્યા ઉપર પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. તેમણે અગાઉ પણ અનેકવાર આતંકવાદને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code