Homeગુજરાતીગુજરાતનિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રોમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરી બ્લેક ડે ઊજવ્યો

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રોમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરી બ્લેક ડે ઊજવ્યો

અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 : Nirma University students protested in black clothes with placards શહેરના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સામે નવા બનતા ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડીંગમાં એક શ્રમિકના બીભત્સ હરકતોનો વીડિયો વાઇરલ થયા બાદ મેનેજમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી ન કરીને ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવી દીધી છે. આથી વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રોમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરીને બ્લેક ડે ઊજવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિની સામે બિભત્સ હરકત કરનારા શ્રમિક સામે કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં લેવાની માગ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે નવા બની રહેલા ગર્લ્સ હોસ્ટેલના જ H 5 બ્લોકમાં કામ કરી રહેલા શ્રમિકે બિભત્સ હરકતો કરી હતી, જે અંગેનો વીડિયો લઈને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જેમાં કોઈ ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓને તેમના કપડા વિશે કોમેન્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ગર્લ્સ હોસ્ટેલ પર લીલા કલરની નેટ લગાવવામાં આવી છે.

નિરમા યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરે તો તેના જ સામે કડક પગલા લેવાય તે ડરથી ખુલીને કોઈ વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા નથી. પરંતુ હવે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા કેમ્પિયન તરફ વળ્યા છે અને ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને લોકોને જોડાવા અપીલ કરી છે. એટલું જ નહીં 1 ઓક્ટોબરે વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular