1. Home
  2. revoinews
  3. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

0
Social Share

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

‘શ્રી કમલમ‘, કોબા ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નીતિન નવીનનું 20 ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે અમદાવાદ  સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આગમન થશે જ્યાં ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમના આયોજન સાથે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ તેઓને આવકારશે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ભાજપાની વિચારધારાને સમર્પિત, યુવાવસ્થાથી જ ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવનાર, બિહાર પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા મોરચા મહામંત્રી, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી ધારાસભ્ય અને બિહાર સરકારમાં મંત્રી તરીકેની સફળ જવાબદારીઓ નિભાવનાર નીતિન નવીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સોંપવામાં આવી છે. 45 વર્ષની આયુ ધરાવતા નીતિન નવીન ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા છે.

ગુજરાતના સાંસદો, ધારાસભ્યો સાથે સંવાદ

20 ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે નીતિન નવીન અમદાવાદમાં નારણપુરા સ્થિત GSC બેંક ખાતે ગુજરાતના સંસદસભ્યો અને ધારાસભ્યો સાથે સંવાદ કરશે. સાંજે 5.30 વાગ્યે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર્સ, વિવિધ એસોસિયેશનના પદાધિકારીઓ સાથે ‘બજેટ મીટ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવાદ કરશે.

રિવરફ્રન્ટ વૉક અને ભદ્રકાળી માતાના મંદિરે દર્શન

જગદીશભાઈએ માહિતી આપી કે, એક સમયે અમદાવાદમાં સાબરમતી નદીમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય રહેતું, ઝુંપડપટ્ટીઓ હતી, સૂકી ભટ્ટ નદી હતી, સર્કસ યોજાતા તે જ સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી બનેલો દેશનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ આજે વિશ્વસ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે અને રિવરફ્રન્ટ પર બનેલા આઇકોનિક અટલ બ્રીજ પણ અમદાવાદની નવી ઓળખ બની ગયો છે ત્યારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે નીતિન નવીન 21 ફેબ્રુઆરી, શનિવારે સવારે ૬.૦૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કરશે. સવારે ૮.૪૫ વાગ્યે તેઓ અમદાવાદના પ્રાચીન, પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે.

પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સંવાદ

21 ફેબ્રુઆરી, શનિવારે સવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે ૨.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર ખાતે જ તેઓ સોશીયલ મીડિયા ટીમ સાથે પણ બેઠક કરી માર્ગદર્શન આપશે.

બપોરે ૪.૦૦ વાગ્યે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ, દેશનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી, જ્યાં હાલ 400થી વધુ કંપનીઓ કાર્યરત છે, એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉંડર્સને સંબોધિત કરશે. અને સાંજે સાંજે ૫.૩૦ વાગ્યે તેઓ અમદાવાદના GMDC હૉલ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે.

મન કી બાત

અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે. પોળ સંસ્કૃતિ એ અમદાવાદની આગવી ઓળખ બની છે ત્યારે, ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે 22 ફેબ્રુઆરી, રવિવારે નીતિન નવીન અમદાવાદના ખાડિયા ખાતે સવારે 10.૪૫ કલાકે પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળશે. 22 ફેબ્રુઆરીએ બપોરે સાડા બાર વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code